શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ
૧) મેષ ( અ.લ.ઈ)
આ અઠવાડીયામાં આર્થીક સમૃધ્ધિ ના યોગ પ્રબળ બની રહયા છે. દૈનિક આવક બાબતે આ અઠવાડિયું શુભ ફળદાયી રહે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસુલ કરવા માટે યોગ્ય સમય છે. શિવજી ની ઉપાસના શ્રેષ્ઠ છે.
૨) વૃષભ ( બ.વ.ઉ.)
આ અઠવાડિયુ તમારી રાશી માટે સામાન્ય રહેશે. અઠવાડિયા ની શરૂઆતમાં તમને બધા તથા મુશ્કેલીનો અનુભવ કરશો. મકાન તથા વાહન ની ચિંતા થઇ સકે છે. અચાનક કોઈ લાભ થશે કે કરેલા રોકાણો સમજી વિચારી ને કરેલા સાહસો માં ફીડો થશે. ગણેશ ની ઉપાશના કરવી શ્રેષ્ઠ છે.
૩) મિથુન (ક.છ.ધ.)
આ અઠવાડિયું તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમે નિયમિતથી વધારે આવક મેળવવા માટે નવી યોજનાઓ બનાવશો. લગ્ન ઈચ્છુક જાતકો માટે નવા સંબંધો કે કોઈ વાત ચાલી રહી હોઈ તો એમાં પ્રગતિ થશે. પશુ પંખી ને ચણ કે ઘાસ ચારો આપવાથી શુભ ફળ મળે. યોગ્ય દાન કરવું.
૪)કર્ક (ડ.હ.)
આ અઠવાડિયુ તમારા માટે શુભ રહશે. ખાસ શરૂઆત અને મધ્ય ભાગ તમારા માટે બધા પ્રકારે ઉત્તમ રહેશે. નૌકરી માં તમારી કુશળતાથી પ્રગતિ કરશો તમારા મિત્ર મંડળ સાથે સારો સમય પસાર કરશો આ અઠવાડિયા ના અંતિમ બે દિવસો ચિંતાદાયક રહે ખરા. નવદુર્ગા ની ઉપાશના કરવી યોગ્ય છે.
૫)સિંહ (મ.ટ)
આ અઠવાડિયા માં કોઈપણ ગ્રહ તમારી રાશી પરિવર્તન નહિ કરે. અઠવાડિયાની શરૂઆતમાં અભ્યાસ અને સંતાનના વિષયમાં તકલીફ રહેશે. તમારી આવકની માત્રા સારી રહેશે. તમારા ધારેલા કાર્યો માં અવરોધ આવશે. ઉતમ ફળ માટે ઇષ્ટ દેવ ની આરાધના કરવી.
૬)કન્યા (૫.ઠ,ણ)
આ અઠવાડિયુ તમારા માટે માધ્યમ ફળદાયી સિદ્ધ થશે. આ અઠવાડિયામાં જમીન મકાન ના પ્રશ્ન નું નિરાકરણ આવતું દેખાશે. વિદ્યાથી માટે થોડી તકલીફ રહેશે. શનીવારે પીપળાના ઝાડ નીચે તાલ ના તેલ નો દીવો કરવો.
૭)તુલા (ર.ત)
આ અઠવાડિયામાં તમને હ્રિદયમાં તમેન થોડી શાંતિ ના અનુભવ થશે. તમારા જમીન મકાન અને વાહન સંબંધી કામ નું થોડું મોહ થશે. નવા કર્યો થી લાભ થશે. કુતરા ને બિસ્કુટ આપવાથી થોડી રાહત થશે.
૮)વૃષિક (ન.ય)
આ અઠવાડિયામાં કોઈ મોટી ફેરબદલી નહિ થાય. તમારા પરીવાર ને થોડો સમય આપવો પડશે. આર્થીક ખેચ્તાની નો અનુભવ કરશો. જમીન મકાન ના પ્રશ્ન માં થોડું વિચારી ને આગળ વધવું. ઇષ્ટ દેવ ની આરાધના કરવી.
૯)ધન(ભ.ધ.થ.ઢ)
આ અઠવાડિયા ની શરૂઆતમાં તમારા માટે બધા પ્રકારથી શુભ છે. માનશીક શાંતિ નો અનુભવ કરશો. નવો ધંધો કે નૌકરી બાબતે આગળ વધશો. હનુમાનજી ની આરાધના કરવી ફળદાયી રહેશે.
૧૦)મકર(ખ.જ)
આ અઠવાડિયુ તમારા માટે માધ્યમ રહશે. તમારા જીવનસાથી સાથે અનબન ઉભું થશે. જેનો પ્રભાવ તમારા મિત્રો પરિવાર ભાગીદાર સાથે સાર્વજનિક જીવનથી સંકળાયેલ સબંધો પર પડશે.સાવચેતી રાખવી કોઈ પણ વિવાદ માં ના પડવું. ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થશે. ઈષ્ટ દેવ ની આરાધના કરવી ફળદાયી રહશે.
૧૧) કુંભ (ગ.શ.ષ.સ)
આ અઠવાડિયામાં સમયે જાતક ને મિત્રો નો સહયોગ ઉતમ રહશે. મોટા ભાઈ, બહેનો મદદ કરશે, વડીલ માટે ખર્ચ ઉદભવી શકે છે. તમારા અટકેલા કાર્યો આગળ વધશે. સરકારી કામમા થોડી પરેશાની વધશે. રામ ભગવાન ની ઉપાશના કરવી ફળદાયી રહેશે.
૧૨)મીન (દ.ચ.ઝ.થ)
આ અઠવાડિયા માં વિધ્યાથીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારે ઉતમ જોવાઈ રહયો છે. તમારી મેહનત પ્રમાણે પરીક્ષામાં ઉતમ થી ઉતમ પ્રદર્શન કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં માલિક તરફ થી સહયોગ મળશે. લક્ષ્મી નારાયણ ની ઉપાશના કરવી યોગ્ય ફળદાયી રહશે.
વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.