અમારી માગ સ્વીકારી લો, નહીં તો 26 જાન્યુઆરીએ ટ્રેકટરો સાથે જંગી પરેડ કરીશું: ખેડૂત નેતાઓની ચીમકી….
ખેડૂતોની નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલુ આંદોલન 38મા દિવસમાં પ્રવેશ્યુ છે. સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત 4 જાન્યુઆરીએ વાતચીત થવાની છે અને તેના બે દિવસ પહેલા જ ખેડૂત નેતાઓએ સરકારને ધમકી આપી છે.
ખેડૂતોનુ કહેવુ છે કે, આજે અમે ચાર જાન્યુઆરીએ યોજાનારી બેઠકને લઈને ચર્ચા વિચારણા કરવાના છે.આ મામલામાં પાંચ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવાની છે. જો વાતચીતનુ કોઈ પરિણામ નહીં આવે તો અમે એક્સપ્રેસ વે પર ટ્રેકટર માર્ચનુ આયોજન કરીશું. એ પછી સતત 15 દિવસ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને 23 જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસે ગર્વનર હાઉસની બહાર ખેડૂતો દેખાવો કરશે.
26 જાન્યુઆરીએ દિલ્હીમાં અમે ટ્રેકટરો સાથે એક જંગી રેલીનુ આયોજન કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે બે મુદ્દા પર સંમતિ સધાઈ છે પણ ખેડૂતો નવા કાયદા રદ કરવામાં આવે તેવી માંગ પર અડેલા છે. દરમિયાન ખેડૂતોએ બીજી પણ ધમકી આપી છે કે, હરિયાણામાં ભાજપની સરકાર અમે ગબડાવી નાંખીશું. હરિયાણામાં ભાજપ અને જેજેપીના ધારાસભ્યો અને સાંસદોનો ગામે ગામ વિરોધ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24
આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666