૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ – એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭ , ૪૩૬ , ૪૪૭ , ૪૨૭ , ૫૦૪,૫૦૬ ( ૨ ) ૩૪૨ , ૧૧૪ તથા જી . પી . એકટની કલમ -૧૩૫ વિગેરે મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે . જે ગુનાનાં કામે અરજદાર / આરોપીની અટક કરેલ અને ત્યારથી આરોપી જયુ . કસ્ટડીમાં છે . જેથી અરજદાર / આરોપીએ ક્રિ.પ્રો.કોડની કલમ -૪૩૯ મુજબ જામીન ઉપર મુકત થવા હાલની અરજી કરેલ છે .
૨ ) અરજદારની અરજી રજુ થતાં સામાવાળાને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ . જેથી સામાવાળા તરફથી વિ . સરકારી વકીલશ્રી એસ . બી . જેઠવા હાજર થયેલાં . મુળ ફરીયાદીએ તેમના વિ . વકીલશ્રી મારફતે હાજર રહી જામીન અરજી સામે વાંધા દર્શાવતુ સોગંદનામુ રજુ કરેલ છે જે આ અરજીના નિર્ણય સમયે વંચાણે લેવામાં આવેલ છે . ૩ ) અરજદાર તરફથી તેઓનાં વિ.વકીલશ્રીની રજુઆત છે કે , આ કામે અરજદારને તદ્દન ખોટી રીતે હાલના ગુન્હામાં સંડોવી દેવામાં આવેલ છે . એફ.આઇ.આર. જોતા ફરીયાદીએ અરજદારને હાલના ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે . બનાવવાળા સ્થળ ‘ અરજદાર કે ફરીયાદીનો ભેટો થયેલ નથી કે તેઓ મળેલા પણ નથી અને તેથી ધમકી આપેલ કે બાથરુમમાં પુરી દેવાની તમામ હકીકત ખોટી ઉભી કરવામાં આવેલ છે તેમજ સી.સી.ટી.વી. કુટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે , અરજદારના હાથમા કોઇપણ પ્રકારનું હથીયાર રહેલ ન હતુ જે જોતા પણ અરજદારને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે . અરજદાર સ્થાનિક રહેવાસી છે . જે કોઇ શરતો ફરમાવશે તેનુ પાલન કરવામાં આવશે . તેમજ અરજદારનો કોઇ ગુન્હાહીત ઇતિહાસ નથી . આ તમામ સંજોગો ધ્યાને લઇ અરજદારને જામીન મુકત કરવા વિનંતી કરેલ છે . ૪ ) જયારે સરકાર તરફથી વિ . સરકારી વકીલશ્રીની રજુઆત છે કે , આ કામનાં આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનાનો આક્ષેપ છે . આ કામે પોલીસ પેપર્સ જોવામાં આવે તો તેમાં હાલના આરોપી પ્રથમ દષ્ટીએ ગુનાંમાં સંડોવાયેલ હોવાનું જણાય છે . વધુમાં જણાવેલ છે કે , અરજદારે અન્ય આરોપીને કહેલ કે ઘર સળગાવી નાખ તારુ હું કાંઇ નહી થવા દઉ તેમ કહી ઉશ્કેરણી કરેલ છે . આમ , આરોપી સામે ભારતીય દંડ સહીંતાની કલમ -૩૦૭ મુજબનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે જણાય છે . વધુમાં જણાવેલ છે કે , આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવશે તો સાહેદોને ધાક ધમકી આપશે જેથી આરોપીને જામીન ઉપર મુકત કરવાની અરજી નામંજુર કરવા અરજ કરેલ છે . ૫ ) બન્ને પક્ષકારોનાં વિ.વકીલશ્રીઓની રજુઆતો , તેમજ તપાસનીશ અધિકારી દ્વારા કરવામાં આવેલ સોગંદનામું વંચાણે લેવામાં આવ્યાં . આ કામનાં અરજદાર / આરોપીએ જે જામીન અરજીનાં કારણો જણાવેલ છે તે રેકર્ડ ઉપર હોવાથી પુનરાવર્તન ન થાય તે હેતુથી તેની ફરી ચર્ચા કરેલ નથી . ૬ ) બન્ને પક્ષકારોનાં વિ . વકીલશ્રીઓની રજુઆતો બાદ કાયદાકીય સ્થિતી જોવામાં આવે તો , કોઇ પણ બીનજામીનપાત્ર ગુનામાં કોઇ પણ આરોપીને જામીન મુકત કરવો કે કેમ ? તે બાબત ક્રિ.પ્રો.કોડની કલમ -૪૩૯ ની જોગવાઇ મુજબ અદાલતની વિવેકબુધ્ધિની સતાને આધિન છે . પરંતુ , આવી વિવેકબુધ્ધીની સતા મનસ્વી રીતે ન વાપરતાં કાયદાનાં પ્રસ્થાપિત સિધ્ધાંતો અને મર્યાદાઓમાં રહીને વાપરવી પણ આવશ્યક છે . ૭ ) જામીન અરજીનો નિર્ણય સંદર્ભે મહત્વની બાબતો જોવામાં આવે તો અદાલતે પોતાને પ્રાપ્ત થયેલ વિવેકબુધ્ધિની સતા વાપરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટે ભગીરથસિંહ જાડેજા નાં ચુકાદામાં તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ધણા ચુકાદાઓમાં જામીન અરજી સમયે શું ધ્યાનમાં રાખવું તેનાં માર્ગદર્શક સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . તે મીન અરજીનો નિર્ણય કરતા સમયે લક્ષમાં રાખવાના રહે છે . ૮ ) ઉપરોકત તમાંમ બાબતોને ધ્યાને લઇ હાલનાં કામે અરજદારો / આરોપીઓને હાલનાં તબકકે કસ્ટડીમાં રાખવા માટેનાં કોઇ અપવાદરૂપ કારણો છે કે કેમ ? કે તેને જામીન પર મુકત કરી શકાય તેમ છે કે કેમ ? તે બાબતો નિર્ણય કરવા માટે આ કામનાં આરોપીઓ સામેનાં આક્ષેપો તથા પોલીસ પેપર્સ વિગેરે જોતાં , આ કામના ફરીયાદી પોતાના ઘરમાં હતાં દરમ્યાન આરોપી નં . ૧ પોતાના હાથમાં કુહાડી તથા કોઇપણ પ્રકારનું પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની બોટલ લઇ ગંભીર ગુન્હો કરવાના ઇરાદે ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમજ આરોપી નં . ર ઘરની બહાર મોટર સાયકલ સાથે હાજર રહી બંને આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં . ૨ નાએ આરોપી નં . ૧ ને કહેલ કે , ઘર સળગાવી નાખ તાર હું કાંઇ નહી થવા દઉ તેમ કહી ઉશ્કેરણી કરતા આરોપી નં . ૧ નાએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ઘરની અંદર આવેલ બાથરુમમાં પુરી દઇ ઉપરથી બાથરુમનો દરવાજો બંધ કરી ઘરમાં સર સામાન સળગાવી આશરે રુા . ૬૦,૦૦૦ / – જેટલુ નુકશાન કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની કોશીષ કરી અને તેમ કરવામાં એકબીજાને મદદગારી કરેલ . જે બાબતે હાલના ફરીયાદી ધ્વારા હાલની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે . આ કામ પોલીસ પેપર્સ જોવામાં આવે તો તેમાં ફરીયાદીએ હાલના બનાવ સંબંધે જે હકીકત જણાવેલ છે તેમાં સ્પષ્ટપણે હાલનાં આરોપીની ગુનામાં ભુમીકા કેવી રીતે ભજવેલ છે તે જણાવેલ છે . જેમાં હાલનાં આરોપીએ બનાવ સમયે બનાવ સ્થળે મોટર સાયકલ સાથે હાજર રહી અન્ય સહ આરોપી સાથે ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હાલના અરજદારે આરોપી નં . ૧ ને કહેલ કે , ઘર સળગાવી નાખ તારુ હું કાંઇ નહી થવા દઉ તેમ કહી ઉશ્કેરણી કરતા આરોપી નં . ૧ નાએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ઘરની અંદર આવેલ બાથરુમમાં પુરી દઇ ઉપરથી બાથરુમનો દરવાજો બંધ કરી ઘરમાં સર સામાન સળગાવી આશરે રૃા . ૬૦,૦૦૦ / – જેટલુ નુકશાન કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની કોશીષ કરી અને તેમ કરવામાં હાલના આરોપીએ મદદગારી કરી ગુન્હાને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા ભજવેલ છે . આમ , આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાય છે . વધુમાં હાલ આ ગુનાની તપાસ ચાલુ છે આ સંજોગોમાં આરોપીને આવા ગંભીર પ્રકારનાં ગુનામાંથી જામીન ઉપર મુકત કરવાનું ઉચીત માનતો નથી . ૧૦ ) તેમજ તપાસનીશ અધિકારીશ્રીનાં સોગંદનામામાં તપાસનીશ અધિકારીશ્રી એ આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવશે તો સાહેદો અને ફરીયાદીને ધાક ધમકી આપે તેવી પુરે પુરી શકયતાં છે તેવી જે દહેશત વ્યકત કરેલ છે તે મુજબ અને સોગંદનામાની હકીકતોને અને સરકારી વકીલશ્રીની રજુઆતો સાથે સહમત થાઉં છું અને આરોપીને આ કેસમાં જામીન ઉપર મુકત કરવાની વિવેકાધીન સતા વાપરવાનું ઉચીત માનતો નથી .
આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી ની ક્રિ.પ્રો.કોડની કલમ -૪૩૯ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી . નંબરઃ – એ -૧૧૨૧૮૦૧ પરર ૦૨૦૨ / ૨૦૨૨ થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭ , ૪૩૬,૪૪૭ , ૪૨૭ , ૫૦૪,૫૦૬ ( ૨ ) ૧૧૪ તથા ૩૪ ર તથા જી.પી.એકટની કલમ -૧૩૫ નાં કામે જામીન ઉપર મુકત થવાની અરજી નામંજુર કરવામાં આવે છે.
આ કામમાં વિપુલ એન ભેસરા, ઉર્વશી કે હિંગલાજીયા,
હુસેન શેખ રોકાયેલા હતાં.