બોટચેકીગ તથા હોટલ – ધાબા ચેકીગની કાર્યવાહી હાથ ધરતી પોરબદર એસ.ઓ.જી…
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામા દરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગે.કા પ્રવૃતી અંગેની માહીતી મળે તે હેતુસર તથા આગામી તા .૧૦/૦૧/ ૨૦૨૨ થી તા .૧૨/૦૧/ ૨૦૨૨ સુધી મહાત્મા મંદીર ગાંધીનગર ખાતે વાઇબ્રેન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨ કાર્યક્રમ યોજાનાર હોય જે અન્વયે મહાનુભાવશ્રીઓની સુરક્ષા અને આંતરીક સુરક્ષાઓને ધ્યાને લઇ જરૂરી તકેદારી ભાગરૂપે પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ નાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો.ઇન્સ તથા પો.સબ.ઇન્સ તથા એસ.ઓ.જી. ટીમના માણસો દ્રારા સુભાષનગર જેટી વિસ્તાર તથા અસ્માવતી, જુનાબંદર, લકડીબંદર ખાતે આંતરીક સુરક્ષા અને હાલ ની પરીસ્થિતિ ને ધ્યાને રાખી બોટોનુ સઘન ચેકીંગ કાર્યવાહી સાથો સાથ હોટલ ધાબા લેન્ડીંગ પોઇન્ટ તથા સવેદનશીલ સ્થળો તથા આંગડીયા – પેઢી ની ચેકીગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સદરહું કામગીરીમાં PI કે.આઇ.જાડેજા, PSI એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ એમ.એમ.ઓડેદરા, કે.બી.ગોરાણીયા તથા પો.હેડકોન્સ સરમણભાઇ સવદાસભાઇ, મહેબુબખાન બેલીમ, રવીભાઇ ચાંઉ તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહીત ગોરાણીયા, પૃથ્વિરાજસિંહ ગોહીલ, ડ્રા.માલદેભાઇ પરમાર રોકાયેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |