વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની પ્રથમ જીત પર તેમના પીએમ ઈમરાન ખાને શું કહ્યું, જાણો અહીં…
રવિવારે ભારત સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ 2021ની મેચ જીતી લીધી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શાહીન આફ્રિદીની ઘાતક બોલિંગ (31 માં 3 વિકેટ) બાદ 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (55 માં 79) અને કેપ્ટન બાબર આઝમ (52 માં 68) ની શાનદાર ઇનિંગના કારણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. ICC વર્લ્ડ કપ (ODI અને T20)માં પાકિસ્તાને પ્રથમ વખત ભારત સામે જીત મેળવી છે. ભારત સામેની ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને Pakistan’s PM Imran Khan પોતાની ટીમના વખાણ કર્યા છે.
પહેલી જીત પર ઈમરાન ખાને શું કહ્યું?
ઈમરાન ખાને ભારત-પાકિસ્તાન મેચ જોતી વખતે પોતાની તસવીર ટ્વિટર પર શેર કરીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, ‘પાકિસ્તાન ટીમ અને ખાસ કરીને બાબર આઝમને અભિનંદન, જેણે પહેલેથી શાનદાર નેતૃત્વ કર્યું. તેમજ મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. દેશને તમારા બધા પર ગર્વ છે. ઈમરાન સિવાય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ પાકિસ્તાન ટીમના વખાણ કર્યા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના બિલાવલ ભુટ્ટો, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ-એન (PMLN)ના નેતા મરિયમ નવાઝે પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા.
પાકિસ્તાને 29 વર્ષ બાદ હારનો સિલસિલો તોડ્યો
ICC વર્લ્ડ કપ (ODI અને T20)માં 29 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં તેના કટ્ટર હરીફ ભારત સામે હારનો સિલસિલો તોડવામાં સફળ રહી છે. ભારેત દુબઈમાં ગઈકાલે રમાયેલી મેચ પહેલાની 1992 થી 12 મેચો (સાત ODI અને પાંચ T20I) જીતી હતી. જ્યારે, પાકિસ્તાનની જીત પર, કેપ્ટન આઝમે કહ્યું કે છોકરાઓની મહેનત રંગ લાવી છે. અમે અમારી યોજનાને સારી રીતે અમલમાં મૂકી અને પ્રારંભિક વિકેટ લેવાનો ફાયદો મેળવ્યો. તેણે કહ્યું કે શાહીને સારી બોલિંગ કરી, જેનાથી અમારામાં આત્મવિશ્વાસ વધ્યો. જે બાદ સ્પિનરોએ પણ દબાણનો ફાયદો ઉઠાવ્યો હતો. રિઝવાન સાથેની ભાગીદારી અંગે પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે મારી યોજના ખૂબ જ સરળ હતી. અમે લાંબા સમય સુધી પીચ પર રહેવા માંગતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |