દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કોરોનાથી બચવા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આજરોજ સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાના સંપૂર્ણ આર્થિક સહયોગથી માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. હાલ જ્યારે આખા દેશમાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે એવા શુભ હેતુથી આ માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આં કાર્યક્રમમાં સલાયા મરીન પોલીસ પી.આઇ.શ્રી અક્ષય પટેલ સાહેબતેમજ મુસ્લિમ જમાતના પ્રમુખ સાલેમામદ ભગાડ, ભડાલા જમાતના પ્રમુખ ગફરભાઈ કેર,વેપારી મંડળ પ્રમુખ ભરત લાલ ,શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ,પ્રભારી સલાયા ભાજપ પરેશભાઈ,હિન્દુ સેવા સમાજ સમિતિના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ,યુવરાજસિંહ, રવિરાજસિંહ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બસ સ્ટેન્ડથી નગરગેટ તેમજ જલારામ ચોક અને માર્કેટ એરિયામાં ઠેર ઠેર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પી.આઇ. પટેલ સાહેબ દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી હતી. આમ હાલ કોરોનાએ જ્યારે વધુ માથું ઉચક્યું છે ત્યારે આ માસ્ક વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાના આં નમ્ર પ્રયાસને બુદ્ધિજીવી લોકોએ વધાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |