દિવાળીના તહેવારો અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફટાકડા ના સ્ટોલ ધારોકોને સાવચેતી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન…
દિવાળીના તહેવારો અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની સાહેબની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. શ્રી જે.સી.કોઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એચ.બી.ધાધલ્યા સાહેબ તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ શ્રી એ.એ.મકવાણા તથા પોલીસ કર્મચારી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ રાખી. કમલાબાગ વિસ્તારમાં આવેલ ફટાકડાના સ્ટોલ ધારોકોને ફાયર સેફટીના સાધનો રાખી તેનો ઇમરજન્સીના સમયે કેવી રીતે ઉપયોગ કરવો તેનો ડેમોસ્ટ્રેશન આપી તથા માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સનુ ફરજીયાત પાલન કરવા સમજ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |