મારામારીના કેસમાં સજા ફટકારતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…
૨૦૧૫ ની સાલમાં રોકડીયા હનુમાન મંદિર સામે વાણંદ સોસાયટીમાં રહેતા પરમાર મહેશ ખીમા દ્વારા એવી ફરીયાદ લખાવેલી હતી. કે, તેની બાજુમાં રહેતા દેવા પુંજા ખુંટી ગાળો બોલે છે. તેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા અને તેથી આ રોપી દેવાભાઈ ખુંટી તથા સંજય ખુંટી તથા સંદિપ ખુંટી તથા ભરત ઉર્ફે કેશુ ખુંટી અને લખમણ ખુંટી દ્વારા ધોકો, લોખંડની ટોમી, છરી વિગેરે હથીયારો લઈ મહેશ ખીમા પરમારને ગંભીર ઈજા પહોંચાડતા અને સાથે સાથે ફરીયાદીના મામા બાલુભાઈ ઓડેદરા તેમજ ફરીયાદીના પિતાશ્રીને પણ માર મારતા અને તે બાબતે પોલીસમાં ફરીયાદ લખાવેલી હતી. અને તે સંબંધેનો કેસ પોરબંદરના જ્યુ.મેજી.ફ.ક. શ્રી હીંગુ સાહેબની કોર્ટમાં ચાલી જતા અને ફરીયાદી ત૨ફે એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી દ્વારા બનાવ સંબંધેની તમામ બાબતો અન્વયે વિગતવાર લેખીત દલીલ આપેલી હોય અને બનાવ માર મારવાનો હોય અને મેડીકલ એવીડન્સ હોય તેમજ ફરીયાદી તથા સાહેદો એ પણ બનાવ સંબંધેની તમામ વિગતો નામદાર કોર્ટમાં જણાવેલી હોય અને રેકર્ડ ઉપર કોઈ વિરોધાભાષી હકિકતો ન જણાતા નામદાર કોર્ટ દ્વારા ફરીયાદીની ફરીયાદ સાચી માની અને આરોપી પૈકી ભરત ઉર્ફે કેશુ ખુંટી, લખમણ વેજા ખુંટી ને ૬ માસ ની સાદીકેદની સજા તથા રૂા .૫,૦૦૦/– દંડ તેમજ દેવા પુંજા ખુંટી કે જે ઉમર લાયક હોય તેથી તેને પ્રોબેશન નો લાભ આપી છોડી મુકેલ છે. એટલુ જ નહીં ઈજા પામનાર ફરીયાદી મહેશ પરમાર તથા બાલુ રામા ઓડેદરા તથા ખીમા કાના ૫૨મા૨ કે જેઓને ઈજા થયેલી હોય તેને વળતર પેટે આરોપીઓએ દરેકને રૂા.૫,૦૦૦/- ચુકવવા હુકમ કરેલ છે. અને તે રીતે જો ફરીયાદી અને સાક્ષીઓ બનાવ સંબંધે સાચી હકિકત નામદાર કોર્ટમાં ૨જુ કરે તો નામદાર કોર્ટ પણ રેકર્ડને ઘ્યાને લઈ સજા ફટકારી.
આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા રોકાયેલા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |