બે કરોડની ખનિજચોરીની ફરીયાદમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરતી પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ…
પોરબંદર પંથકમાં મોટા પ્રમાણમાં ખનિજ જથ્થો હોવાના કારણે અનેકવાર ખનિજચોરીની ફરીયાદો થતી રહે છે.અને ખાણ ખનિજ ખાતા દ્વારા ખનિજચોરી કરનારા તત્વોને પકડવાને બદલે ગમે તેની સામે એફ.આઈ. આર. દાખલ કરીને સંતોષ માની લેતા હોવાનો કીસ્સો બહાર આવે છે. બનાવની વિગત મુજબ ખાણ ખનિજ અધિકારી ભાવેશકુમાર વાસુદેવભાઈ સાધુ દ્રારા એવા મતલબની ફરીયાદ નોંધાવેલી હતી. કે, તા.૧૫/૧૧/૨૦૨૧ નાંરોજ સવારના સમયે પ્રાંત અધિકારીશ્રી પોરબંદર, મામલતદારશ્રી પોરબંદર તથા તેમની સંયુક્ત ટીમ દ્રારા રાતડી ગામમાં ગેરકાયદેસર પથ્થરની ખાણ બાબતે તપાસ હાથ ધરેલી હતી. અને તે અન્વયે અલગ અલગ ૧૧ વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરેલી હતી. તે અન્વયે આરોપી ( ૧ ) વિજય મગનલાલ રૂપારેલ ( ૨ ) જશ્મીન મગનભાઈ રૂપા રૂપારેલ ( ૩ ) અતુલભાઈ મગનભાઈ રૂપારેલ ( ૪ ) કાંધાભાઈ ગીગાભાઈ મોઢવાડીયા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે તેઓની સામે ખોટી ફરીયાદ થયેલ હોવા સંબંધે આગોતરા જામીન અરજી કરેલી હતી. અને તેની દલીલમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી એ જણાવેલ કે, હાલના આરોપીઓ વેપારી વર્ગના માણસ છે. અને પો૨બંદ૨માં ૨હે છે. અને માત્ર ખેડૂત તરીકે નામ ચાલુ રહે તેથી વા૨સાઈ ધો૨ણે જમીન પ્રાપ્ત થયેલી હોય તે રાખેલી છે. અને આ જમીનની આજુબાજુમાં ખાણો આવેલી હોય તેથી આજુ – બાજુની ખાણ વાળા જાણીબુજીને કે, શરતચુકથી અમારી ખેતીની જમીનમાં ખોદકામ કરેલુ હોય તો તે સંબંધે આરોપીઓ કાંઈ જાણતા નથી. એટલુ જ નહીં ખરેખર આ કામના અરજદારો પોતે ભોગ બનનાર છે. અને તેની જમીનમાં કોઈએ ગેરકાયદેસર ખોદકામ કરેલુ હોય તો તે સંબંધે યોગ્ય તપાસ ક૨વા માટે અરજદારો દ્વારા જ ( ૧ ) જીલ્લા પોલીસ વડા, ( ૨ ) જીલ્લા કલેકટરશ્રી, ( ૩ ) ખાણ ખનિજ અધિકારી ( ૪ ) ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવી વિગેરેને લેખીતમાં ફરીયાદ કરેલી હતી. અને તે અન્વયે જીલ્લા પોલીસ વડા દ્રારા એસ.એમ.એસ. થી ફરીયાદ અરજી મળેલ હોવાની પહોંચ પણ મોકલાવેલ છે.હાજરીમાં કોઈ રોજકામ કરવામાં આવેલ ન હોય, કોઈ માપણી ક૨વામાં આવેલ ન હોય અને ખાણ ખનિજ અધિકારીએ આપેલી નોટીસ અન્વયે વિગતવાર જવાબ આપેલો હોય અને તેમાં પણ કોઈ નિર્ણય લીધેલો ન હોય અને અરજદાર પૈકી વિજયભાઈ રૂપારેલ સંપુર્ણ અંધ છે. અને તેનો સરકારી દવાખાનાનો દાખલો પણ ૨જુ રાખેલો હોય અને તે રીતે ખાણ ખનિજ અધિકારીઓ દ્વારા સાચા ખનિજ ચોરોને પકડવાને બદલે માત્ર રેકર્ડ ઉપર પોતાની સારી કામગીરી દેખાડવા માટે થઈને રૂપિયા બે કરોડ ઉપર ની ખનિજચોરીની ખોટી ફરીયાદ દાખલ કરાવેલી હોય અને તે રીતે આરોપી નિદોર્ષ હોય અને વેપારી વર્ગના માણસ હોય તેથી તે તમામ સંજોગો ઘ્યાને લઈ આગોતરા જામીનની અરજી મંજુર કરવા દલીલ કરતા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી દ્વારા રેકર્ડ ઉ૫૨ના પુરાવા તથા આરોપી તરફે રજુ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને રાખી ઉપરોકત ચારેય આરોપીઓના શ૨તોને આધીન આગોતરા જામીન મંજુર કરેલ છે.
આ કામમાં અરજદારો વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ દિપકભાઈ લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |