પોરબંદરના યુવા અને ઉત્સાહી સંદીપ ઓડેદરાની ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે વરણી…
પોરબંદર ના જાણીતા યુવા કોંગ્રેસ કાર્યકર શ્રી સંદિપ ઓડેદરા ને ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણુક કરેલ છે. શ્રી સંદિપ ઓડેદરાની નિયુક્તિ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિશ્વનાથ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસે પક્ષના કર્મનિષ્ઠ યુવા કાર્યકરોને મહત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. પોરબંદરના યુવાન અને ઉત્સાહી સંદીપ ઓડેદરાને ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સંદીપ ઓડેદરાની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસગ વાઘેલાએ નિમણુંક કરી છે.
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસમાં સંદીપ ઓડેદરાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે પોરબંદરના પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ સામતભાઇ ઓડેદરા તેમજ રામદેવભાઇ મોઢવાડિયા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, પોરબંદર શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઇ કારિયા, પોરબંદર યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, પોરબંદર જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ કિશન રાઠોડ અને પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સંદીપ ઓડેદરાને શુભેચ્છાઓ પાઠવી હતી.
કોંગ્રેસ પક્ષના યુવા અને ઉત્સાહી સંદીપ ઓડેદરાએ કોંગ્રેસના યુવા સંગઠનને મજબુત કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. સંદીપ ઓડેદરા પોરબંદર જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ તરીકે પણ યશસ્વી કામગીરી કરી હતી. આ ઉપરાંત ઓપન સૌરાષ્ટ્ર રાજીવગાંધી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન પણ કર્યુ હતું. આ ઉપરાંત સંદીપ ઓડેદરાએ કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સેવાની જ્યોતને પણ પ્રજ્જવલીત કરી હતી. જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પુરૂ પાડ્યું હતું તેમજ ક્રેડિટ સોસાયટી સાથે સંકલન કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ મોટી રકમનું અનુદાન આપ્યું હતું.
સંદીપ ઓડેદરા રાજકીય ક્ષેત્રની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મેળવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત રાજ્યની અંડર-૧૪, અંડર-૧૬ અને અંડર-૧૯માં કેપ્ટન તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તેમજ ઇંગ્લેન્ડની હાર્લો ક્રિકેટ ક્લબ અને એસ્ટર એબી જેવી જાણીતી ક્રિકેટ ક્લબમાં પણ વરસો સુધી ક્રિકેટ રમીને ખૂબજ સારો દેખાવ કર્યો હતો. આ રીતે રાજકીય અને રમત ગમત ક્ષેત્રે સંદીપ ઓડેદરા અનોખી સિદ્ધિ મેળવી છે અને તેઓ હજુ પણ રાજકીય ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતી કરે તેવી શુભેચ્છા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મિત્રો, સ્નેહીઓએ પાઠવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |