પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય
વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી સંપન્ન થશે.
આ પહેલા કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉન દરમ્યાન ભાવિકોને ઘરે બેઠા સત્સંગનો લાભ મળી શકે એવા હેતુથી બે વખત સાંદીપનિના સભાગૃહમાં 11 દિવસીય શ્રી વિષ્ણુસહસ્ત્રનામ પ્રવચનની શ્રેણીનું આયોજન થયેલ હતુ. જેમાં શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ઉપર રચિત શાંકરભાષ્ય અને અન્ય ગ્રન્થોના આધારે પૂજ્ય ભાઇશ્રીએ શ્રીહરિ ભગવાનના સહસ્ર નામ અંતર્ગત 208 નામની વિસ્તૃત વ્યાખ્યા કરીને પરિચય કરાવ્યો હતો.
તા. 20-03-2022, રવિવારથી પ્રારંભ થનાર તૃતીય પ્રવચન શ્રેણીમાં શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના શ્લોક ક્રમાંક ૩૬ પરના ૨૦૯મા નામથી પૂજ્ય ભાઇશ્રી પ્રવચનનો પ્રારંભ કરશે. પ્રતિદિન બપોર પછી સાંદીપનિના સભાગૃહમાં 3:30 વાગ્યાથી શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ સાથે પ્રવચનનો પ્રારંભ થશે જેનું લાઈવ પ્રસારણ sandipani.tv પર થશે. પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પ્રવચન શ્રવણનો આપણા સૌ માટે અમૂલ્ય અવસર હોય, આપ સૌ ભાવિકોને પ્રવચન સાંભળવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |