ક્રાઈમ બ્રાંચે દિવસ-રાત એક કરી એલિસબ્રિજના BJP MLAના ડ્રાઈવરનો ફોન શોધી કાઢયો…
કોઈ સામાન્ય નાગરિકનો મોબાઈલ ફોન ચોરાય કે લૂંટાય તો પોલીસ મોબાઈલ ફોન પરત મળે તે માટે પ્રયત્નો તો ઠીક ફરિયાદ સુદ્ધાં નોંધતી નથી, બીજી તરફ એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહનો નહિ પણ તેમના ડ્રાઈવરનો મોબાઈલ ફોન જમાલપુર સ્મશાન ગૃહ પાસેથી લૂંટી લેવાયો હતો, આ ઘટનામાં ગાયકવાડ હવેલી પોલીસે નહિ પરંતુ ક્રાઈમ બ્રાંચે ૪૮ કલાકમાં જ મોબાઈલ ફોન સહિત આરોપીને ઝડપી લીધો છે.
ક્રાઈમ બ્રાંચ આ ઘટનામાં વાહવાહી મેળવી રહી છે પરંતુ રાજકારણીઓની ખુશામત માટે આકાશ-પાતાળ એક કરી દેતી ક્રાઈમ બ્રાંચ સામાન્ય લોકોના મોબાઈલ ફોન ચોરાય કે લૂંટાય તો શું કામ મેદાને આવતી નથી? સામાન્ય પ્રજાના પરસેવાની કમાણીથી પગાર મેળવતી ક્રાઈમ બ્રાંચ શું કામ બીજા લોકો માટે આ રીતે દોડાદોડી કરતી નથી?
ધારાસભ્યના ડ્રાઈવરના ફેનની લૂંટ ચલાવનાર યુવક મણીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લઈ બે મોબાઈલ તફ્ડંચીનો ભેદ ઉકેલ્યો છે. મણીની પૂછપરછમાં તેના સાગરીત શાહરૂખનું નામ પણ ખુલ્યું છે. ધારાસભ્યના ડ્રાઈવરનો ફેન જમાલપુર સ્મશાન ગૃહ પાસેથી બે દિવસ પહેલા આંચકી આરોપી ફ્રાર થઈ ગયો હતો.
ક્રાઇમબ્રાંચે પણ ધારાસભ્યના ડ્રાઇવરનો ફોન હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓને સારું લગાડવા માટે ઝંપલાવ્યું હતું. સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરતા આરોપી ફેન આંચકી રિવરફ્રન્ટથી શાહઆલમ તરફ ગયાની બાતમી મળી હતી. જેના આધારે જમાલપુર બ્રિજ પાસેથી મોહંમદ ફજીલ ઉર્ફે મણી મોહંમદહુસેન શેખ (ઉં,૨૧) રહે.મચ્છીપીર રાણીના ખાંચામાં, જમલાપુર ચકલા અને શાહરુખ રહે.ચોકીદાર બાવાની દરગાહ, ચંડોળા તળાવને રવિવારે અટક કર્યો હતો.
બન્ને ફેન લઈ આજે શાહઆલમ ખાતે ગ્રાહકને વેચવા જઈ રહ્યો હતો. મણી અગાઉ ચોરી, મોબાઈલ ચોરી અને મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. આરોપી પાસેથી ચીલઝડપ કરેલા રૂ.૪૦ હજારના બે મોબાઈલ ફેન પોલીસે કબ્જે લીધા હતા.
પોલીસ તપાસમાં આરોપી મણીએ કબૂલાત કરી કે, બે દિવસ અગાઉ મિત્ર શાહરુખ સાથે નીકળ્યો હતો અને શાહઆલમ ટોલનાકા પાસેથી એક યુવકનો ફેન તફ્ડાવ્યો હતો. ત્યાંથી જમાલપુર સ્મશાન પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યના ડ્રાઈવર અશોક મંગાજી ઠાકોર (ઉં,૩૨) શુક્રવારે રાત્રે ૯ વાગે ચાલતો જતો હતો. જમાલપુર સ્મશાન પાસે મોબાઇલ ફોન પર મિત્રને મેસેજ કરતો હતો ત્યારે મણી અને તેના સાગરિતે હાથમાંથી મોબાઇલ પડાવીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અશોકે ફ્રિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24
આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666