મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી..
ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ આઈટમ પીવડાવવામાં આવે છે. લીંબુ શરબત, શેરડીનો રસ, ડ્રાયફ્રુટ વાળી લચ્છી, મસાલાવાળી છાશ, રીમઝીમ શેરડીનો રસ, ફ્રુટ સલાટ ગરમીની સિઝનમાં ત્રણ મહિના ઉનાળા માં દર રવિવારે આખા પોરબંદરમાં અલગ-અલગ વિસ્તારમાં જ્યાં નિરાધાર અપંગ સાધુ-સંતો મનોદિવ્યાંગ બેઠા હોય ત્યાં તેને દર રવિવારે પિવડાવામાં આવે છે. લાલબત્તી વાળા મામા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ અનેક સેવાનાં કામ કરે છે. પોરબંદર વાસીઓએ આ સેવા ને ખુબ ખુબ બિરદાવેલ હતી નિરાધાર માણસ નો આધાર એટલે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ.