મંદિરમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડતો કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ…
ગત તા. ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ પોરબંદર ખારવાવાડ, મોટા રાંદલમાતાના મંદિરમાંથી ચાંદીનો મુગટ કિ.રૂ.૩૫૦૦/- નો કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોવા બાબતની ફરિયાદ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જેથી પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિ મોહન સૈની સાહેબ દ્વારા સદરહુ ગુન્હાના ચોર મુદ્દામાલને શોધી ગુન્હો ડીટેક્ટ કરવા અપાયેલ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબતથા *કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એમ.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના PSI બલભદ્રસિંહ એસ.ઝાલા તથા પો. કોન્સ વિશાલભાઈ વિંઝુડા તથા જીતુભાઈ દાસા તથા મયુરભાઈ આગઠ દ્વારા સઘન તપાસ કરી પેટ્રોલિંગ ફરી આ ગુન્હાના આરોપી ભાવેશ ઉર્ફે ટારઝન પ્રવિણભાઇ ટોડરમલ રહે. ખારવાવાડ, પોરબંદર વાળાને સદર ગુન્હાના મુદ્દામાલના ચાંદીના મુગટ સાથે ઝડપી પાડી પોકેટકોપ તથા ઈ.ગુજકોપના માધ્યમથી તપાસ કરતા મજકુર ઈસમ અગાઉ પણ મંદિર ચોરીના એક ગુન્હામાં, મારામારીના ચાર ગુન્હામાં તથા પ્રોહિબિશનના ત્રણ ગુન્હામાં સંડોવાયેલ હોવાની માહિતી મળતા મજકુર ચોર ઈસમને નામ. કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |