આગામી દિવાળી-નુતન વર્ષ પર્વ અનુસંધાને પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી બે ભયજનક વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર એલ.સી.બી…
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ નાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.સી.કોઠીયા સાહેબ તથા LCB PI એન.એન.રબારી નાઓના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પો.સ્ટે. ગુ.ર.ન. પાર્ટ “એ” ૦૩૩૮/૨૧ આઇ.પી.સી.કલમ ૧૪૭, ૧૪૪, ૧૪૭, ૪૨૭, ૪૫૨, ૫૦૪, ૫૦૭, ૫૦૬(૨). તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના આરોપીઓ (૧) દાસા ભીખાભાઈ ઉર્ફે ભીખનભાઈ છેલાણા ઉ.વ.૪૦ (૨) રામા ઉર્ફે આલા બધુ છેલાણા ઉ.વ.૩૦ રહે. બન્ને ઓડદર ગામ મોમાઈ માતાજીના મંદિર પાસે તા.જી.પોરબંદરવાળાઓ વિરૂધ્ધમા LCB PSI શ્રી. એન.એમ.ગઢવી નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.અશોક શર્મા સાહેબ દ્રારા આ સામાવાળાઓને પાસા હેઠળ સુરત, અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB-PSI એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત,અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર પોરબંદર LCB PSI એન.એમ.ગઢવી, ASI જગમાલભાઇ વરૂ, WHC રૂપલબેન લખધીર તથા, PC મહેશભાઇ મુછાર નાઓ રોકાયેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
gandhijagat|Facebook|whatsapp|instagram |